આ પ્રોજેક્ટ સફળ થયા પછી હવે નવજોતની ઇચ્છા છે સિદ્ધુ મૂસેવાલાનું ફેવરિટ ૫૯૧૧ ટ્રૅક્ટર બનાવવાની.
અજબગજબ
ઇલેક્ટ્રિક સાઇકલ
પંજાબના સંગરૂર ગામમાં રહેતા નવજોત સિંહ નામના દસમી ભણતા સ્ટુડન્ટે ભંગારની ચીજોમાંથી ઇલેક્ટ્રિક સાઇકલ બનાવી દીધી છે. ભવાનીગઢની હેરિટેજ સ્કૂલમાં ભણતા નવજોત સિંહે જસ્ટ બે જ વીકની મહેનતથી આ કારનામું કર્યું હતું. આ માટે મોટા ભાગની ચીજો તેણે નકામી અને ભંગારમાં ફેંકી દેવાઈ હોય એવી વાપરી છે. માત્ર એમાં નાખવામાં આવેલી બૅટરીનો ખર્ચ કર્યો છે. આ પ્રોજેક્ટ સફળ થયા પછી હવે નવજોતની ઇચ્છા છે સિદ્ધુ મૂસેવાલાનું ફેવરિટ ૫૯૧૧ ટ્રૅક્ટર બનાવવાની.