ગ્લોબલ વૉર્મિંગને કારણે પીગળી રહેલાં ગ્લેશિયર્સના અંતિમ સંસ્કાર કર્યા
ગ્લોબલ વૉર્મિંગને કારણે પીગળી રહેલાં ગ્લેશિયર્સના અંતિમ સંસ્કાર કર્યા
વિશ્વભરમાં ગ્લોબલ વૉર્મિંગની અસરને જળવાયુ પરિવર્તન દેખાઈ રહ્યું છે. એક સમયે સેંકડો ગ્લેશિયર્સ ધરાવતા સ્વિટ્ઝરલૅન્ડમાં પણ હવે ગ્લેશિયર્સ પીગળી રહ્યાં છે આ બાબતે લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી કેટલાક પર્યાવરણ પ્રેમીઓએ એક હિમશિલાના મૃત્યુ પછીની વિધિ કરી હતી. ઉત્તર-પૂર્વ સ્વિટ્ઝરલૅન્ડમાં આવેલું આ ગ્લેશિયર ઑસ્ટ્રિયા દેશની સીમા પાસે છે અને ૨૭૦૦ ફુટ ઊંચે પિજોલ નામના ગ્લેશિયરને અંતિમ વિદાય આપવા માટે લગભગ ૨૫૦ પર્યાવરણપ્રેમીઓ એકઠા થયા હતા. લોકો કાળા કફડાં પહેરીને બે કલાકનું લાંબુ ચઢાણ કરીને પિજોલના શિખર સુધી પહોંચ્યા હતા. આ શિખર પર હવે બરફનું નામોનિશાન માંડ જોવા મળે એવી સ્થિતિ છે. આ ગ્લેશિયરનો ૮૦ ટકા બરફ ૨૦૦૬માં જ ગાયબ થઈ ગયો હતો. એક સમયે જે ૩.૨૦ લાખ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો એ ગ્લેશિયર હવે માત્ર ૨૬,૦૦૦ સ્ક્વેર કિલોમીટરમાં છે. હવે વૈજ્ઞાનિકોના મતે પિજોલમાં ગ્લેશિયર જેવું કંઈ જ બચ્યું નથી એટલે એને મૃત ઘોષિત કરીને એની અંત્યેષ્ટિ કરવામાં આવી હતી. હવે આ ગ્લેશિયરને બચાવવા માટે કંઈ પણ કરો તોય એ બચી શકે એમ નથી એટલે હવે બાળકોને માત્ર કહી શકીશું કે અહીં ૧૦૦ વર્ષ પહેલાં ગ્લેશિયર હતો.
આ પણ વાંચો : હરિયાણામાં ડૉક્ટરો દરદીને MRI મશીનમાં મૂકીને બહાર કાઢવાનું ભૂલી ગયા!
ADVERTISEMENT
એક અભ્યાસ કહે છે કે ૨૦૫૦ સુધીમાં આલ્પ્સની પર્વતમાળામાં આવેલા ૪૦૦૦ ગ્લેશિયર્સમાંથી અડધોઅડધ બરફ પીગળી જશે. આગામી સદી સુધીમાં આ પર્વતમાળામાંથી બેતૃતીયાંશ ભાગ મૃતપ્રાય થઈ ગયો હશે. આ પહેલાં આયરલૅન્ડમાં પણ પીગળી રહેલા ગ્લેશિયરના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.