ટર્કીમાં એક ચેતવણીરૂપ ઘટના બની છે. ગૅલૅક્સી ઇઅરબડ્સને કારણે એક મહિલા કાયમ માટે બહેરી થઈ ગઈ છે. એક યુવાને એવો દાવો કર્યો છે કે તેની ગર્લફ્રેન્ડના કાનમાં ગૅલૅક્સી ઇઅરબડ્સ FE ફાટી ગયાં હતાં
અજબગજબ
ગૅલૅક્સી ઇઅરબડ્સ FE
ટર્કીમાં એક ચેતવણીરૂપ ઘટના બની છે. ગૅલૅક્સી ઇઅરબડ્સને કારણે એક મહિલા કાયમ માટે બહેરી થઈ ગઈ છે. એક યુવાને એવો દાવો કર્યો છે કે તેની ગર્લફ્રેન્ડના કાનમાં ગૅલૅક્સી ઇઅરબડ્સ FE ફાટી ગયાં હતાં અને તેની શ્રવણશક્તિ જતી રહી છે. યુવાને નક્કર કાર્યવાહી કરવાની માગણી કરી હતી, પણ કંપનીએ ફરિયાદ ધ્યાનમાં લઈને માત્ર ઇઅરબડ્સ બદલી આપવાનું કહ્યું છે પણ ટેક્નિકલ સર્વિસ માટે કોઈ સંતોષજનક સ્પષ્ટતા કરી નથી. ફાટી ગયેલાં ઇઅરબડ્સની તપાસ કરાઈ તો એમાં પણ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. એટલે કે ઇઅરબડ્સ કઈ રીતે ફાટ્યાં એનું કારણ કંપની શોધી શકી નથી. આ ઘટનાથી કંપની પર આક્ષેપોનો મારો થઈ રહ્યો છે.
આ માણસ કોઈ જ કામ ન કરીને વર્ષે ૬ કરોડ કમાય છે
ADVERTISEMENT
લોકો વર્ષોનાં વર્ષો દિવસ-રાત કામ કરી-કરીને જેટલું નહીં કમાતા હોય એટલું જપાનનો આ શોઝી મોરિમોટો કોઈ જ કામ કર્યા વિના કમાઈ લે છે. જપાનમાં ‘ડૂ નથિંગ ગાય’ તરીકે ઓળખાતો શોઝી વર્ષે ૬ કરોડ રૂપિયા જેટલું કમાય છે. તેની વર્ક પ્રોફાઇલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. લોકોને ઇમોશનલ સપોર્ટ આપવો, લોકોનું એકાકીપણું દૂર કરવું, લોકો સાથે વાતો કરવી, લોકોની વાતો સાંભળવી, લંચ કે ડિનર માટે જવું... શોઝી આવાંબધાં કામો કરે છે. એ લોકોને કોઈ તેમની સાથે છે એવો અનુભવ કરાવે છે અને બદલામાં તેને સારીએવી ફી પણ મળે છે. શોઝી પોતે ફીની રકમ નક્કી નથી કરતો, પણ ખાવાપીવાનો અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ક્લાયન્ટે ભોગવવાનો હોય છે. આમાં પણ તેણે નિયમ બનાવ્યા છે. જેમ કે કોઈ રિલેશનશિપ કે ગુનાને લગતી વાત હોય તો સલાહ આપતો નથી કે તેમનાં કોઈ કામ કે કોઈ પ્રવૃત્તિમાં સાથ પણ આપતો નથી.
આ છોકરાની ઉંમર છે ૧૬ અને જૂતાંની સાઇઝ છે ૨૩
આ છોકરાની ઉંમર છે ૧૬ અને જૂતાંની સાઇઝ છે ૨૩ અમેરિકાના કિલબર્ન જુનિયરે બે-બે વિશ્વવિક્રમ સર્જ્યા છે. તેની ઉંમર માત્ર ૧૬ વર્ષની છે પણ તેના હાથ અને પગના પંજા પુખ્તો કરતાં પણ મોટા છે. તેના માપનાં જૂતાં આખા અમેરિકામાં નથી મળતાં કારણ કે તેના પગના પંજા ૧૩.૫ ઇંચ મોટા છે એટલે તેણે ૨૩ની સાઇઝનાં જૂતાં જ પહેરવાં પડે છે. સરેરાશ પુરુષોનાં જૂતાંનું માપ ૮ કે ૯ હોય છે. એક વયસ્ક પુરુષનો હાથ માત્ર ૭.૪ ઇંચ લાંબો હોય છે, પણ કિલબર્નના હાથ ૯.૧૩ ઇંચ લાંબા છે. ૬.૧૦ ફીટ લાંબા કિલબર્ન જુનિયરે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સને કહ્યું હતું કે મારા બધા મિત્રોમાં હું સૌથી લાંબો અને મોટો હતો. પાંચમા ધોરણથી જ તેના માપનાં જૂતાં દુકાનમાં નહોતાં મળતાં એટલે તેને સવા લાખ રૂપિયાથી વધુ કિંમતે જૂતાં બનાવડાવવાં પડતાં હતાં.
ટીચરે છોકરાને એવો માર્યો કે આંખ ફૂટી ગઈ, વળતર માટે નકલી ચેક પકડાવ્યો
ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં શિક્ષકની ક્રૂરતા અને છેતરપિંડીનો કિસ્સો જાણવા મળ્યો છે. મંઝનપુર બ્લૉકની નેવારી હાયર સેકન્ડરી સ્કૂલના હેડ માસ્તર શૈલેન્દ્ર તિવારીએ છઠ્ઠા ધોરણમાં ભણતા આદિત્ય કુશવાહાને ૨૦૨૪ની ૯ માર્ચે માર્યો હતો. કોઈ વાતે ટીચરે છૂટો દંડો ફેંક્યો હતો અને એ આદિત્યની આંખમાં વાગ્યો. તેની ડાબી આંખમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. બે વાર ઑપરેશન કરવા છતાં કોઈ ફેર ન પડ્યો અને છેવટે તેની દૃષ્ટિ જતી રહી હતી. પરિવારે હેડમાસ્તર સામે પગલાં લેવા CWCમાં ફરિયાદ કરી હતી. એ સમયે શિક્ષકે ૧૦ લાખનો ચેક આપ્યો હતો પણ એ ચેક નકલી હતો. છેવટે પોલીસને ફરિયાદ કરવામાં આવી છે.
લો બોલો, પાકિસ્તાનના ભિખારીઓ હવે ઉમરાહના વીઝા લઈને સાઉદી પહોંચી જાય છે
ઉમરાહ કરવાના બહાને પાકિસ્તાનના ભિખારીઓ સાઉદી અરબ પહોંચી જાય છે અને આવા લોકોની સંખ્યા એટલીબધી વધી રહી છે કે સાઉદી અરબને ચિંતા પેઠી છે. એટલે પાકિસ્તાનને કહ્યું છે કે તમારા ભિખારીઓને ખાડી દેશોમાં આ રીતે પ્રવેશ કરતાં અટકાવો. કાર્યવાહી કરો. પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયે પણ સામી ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે સાઉદીના અધિકારીઓએ એવું કહ્યું છે કે પાકિસ્તાન આવા લોકોને અહીં મોકલવાનું બંધ નહીં કરે તો પાકિસ્તાનના લોકોને ઉમરાહ અને હજ માટે આવવામાં મુશ્કેલી પડશે. એટલે હવે પાકિસ્તાન ‘ઉમરાહ અધિનિયમ’ લાવશે.