પોતાનો જન્મદિવસ કંપનીમાં જ મનાવતા જૉએ જણાવ્યું હતું કે તેને કામ કરતા રહેવું સારું લાગે છે
Offbeat News
જૉ ગ્રિયર
અમેરિકાના શિકાગોમાં રહેતા અને ૯ મેએ જન્મેલા ૯૮ વર્ષના જૉ ગ્રિયર નામના આ ભાઈ તેમના જીવનમાં ક્યારેય એક પણ દિવસ રજા લીધા વિના અઠવાડિયાના સાતેસાત દિવસ કામ કર્યું હોવાનો દાવો કરે છે. પોતાના કામ વિશેનાં મૂલ્યો વિશે જણાવતાં શિકાગોની બહાર આવેલી વિવિધ ટ્રોફી અને અવૉર્ડ્સ માટેના મોલ્ડનું ઉત્પાદન કંપની માટે કામ કરતા જૉ ગ્રિયરે કહ્યું કે હું કંપનીમાં અને કદાચ સમગ્ર વિશ્વમાં સૌથી જૂનો, સૌથી વૃદ્ધ પૂર્ણકાલીન કર્મચારી છું. પોતાનો જન્મદિવસ કંપનીમાં જ મનાવતા જૉએ જણાવ્યું હતું કે તેને કામ કરતા રહેવું સારું લાગે છે. કામ કરવું તેની આદત બની ગઈ છે. જીવનનો મોટા ભાગનો સમય કામના સ્થળે કામ કરવામાં ગુજારવા માટે તેઓ જણાવે છે કે કામ કરવાથી તમે તમારા વિચારો પર કાબૂ મેળવી શકો છો તથા દરેક સમસ્યાને સકારાત્મક અભિગમથી મૂલવી શકો છો. કોવિડ મહામારી દરમ્યાન પણ તેમણે અહીં કામ કર્યું છે.