ડેવિડ બાલોગુન મેન્સાનો સભ્ય છે અને તે હંમેશાં વિજ્ઞાન અને કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં રસરુચિ ધરાવતો હતો
Offbeat News
૯ વર્ષની વયે ગ્રૅજ્યુએટ થયેલો ડેવિડ બાલાગુન
માત્ર ૯ વર્ષની વયે ગ્રૅજ્યુએટ થયેલો ડેવિડ બાલાગુન નામનો બાળક ખગોળશાસ્ત્રી બનીને બ્લૅકહોલ અને સુપરનોવા પર અભ્યાસ કરવા માગે છે. અમુક ઑનલાઇન કોર્સને કારણે એ શક્ય બન્યું છે. ડેવિડ બાલોગુન મેન્સાનો સભ્ય છે અને તે હંમેશાં વિજ્ઞાન અને કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં રસરુચિ ધરાવતો હતો. તેના આ જુસ્સાએ તેને વિશ્વના સૌથી નાની વયના હાઈ સ્કૂલ ગ્રૅજ્યુએટ બનવામાં મદદ કરી હતી. હવે ડેવિડ બાલોગુને કમ્યુનિટી કૉલેજમાં ઍડ્મિશન લઈ એની કૉલેજની ડિગ્રી માટે પહેલેથી જ ક્રેડિટ એકઠી કરવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો : છ વર્ષના બાળકે પિતાના ફોનથી ૮૨,૨૩૩ રૂપિયાનું ફૂડ ઑર્ડર કર્યું
ADVERTISEMENT
રિચ સાઇબર ચાર્ટર સ્કૂલમાં ત્રીજા ધોરણમાં સત્તાવાર રીતે સૌથી નાની વયે ગ્રૅજ્યુએટ થયેલો ડેવિડ જણાવે છે કે ખગોળશાત્રી બનવાની ઇચ્છા સાથે જ ક્ષમતા હોવાથી મમ્મી-પપ્પા અને શિક્ષકોની મદદથી હું મારું ધ્યેય હાંસલ કરી શક્યો છું.