સમયની સાથે મોંઘવારી પણ વધી ગઈ છે. ફૂડ પ્રોડક્ટ્સ હોય કે પછી પેટ્રોલ કે ગૅસની કિંમત, દરેકની કિંમત ઝડપથી વધી રહી છે.
૮૫ રૂપિયાની મુંબઈથી ગોવાની ફ્લાઇટની ટિકિટ વાઇરલ થઈ
સમયની સાથે મોંઘવારી પણ વધી ગઈ છે. ફૂડ પ્રોડક્ટ્સ હોય કે પછી પેટ્રોલ કે ગૅસની કિંમત, દરેકની કિંમત ઝડપથી વધી રહી છે. જોકે એક સમયની ફ્લાઇટની ટિકિટની કિંમત સાંભળીને આશ્ચર્ય થાય. કેમ કે એક સમયે લોકો ૮૫ રૂપિયામાં હવાઈ મુસાફરી કરી શકતા હતા. ટ્વિટર પર ૧૯૭૫ના વર્ષની એક ટિકિટ વાઇરલ થઈ રહી છે, જે ઍર ઇન્ડિયાની મુંબઈથી ગોવાની ફ્લાઇટની છે, જેનું ભાડું ૮૫ રૂપિયા હતું.
૪૮ વર્ષની આ જૂની આ ટિકિટનો ફોટોગ્રાફ ટ્વિટર પર @IWTKQuiz નામના અકાઉન્ટ પર શૅર કરવામાં આવ્યો છે. આ પોસ્ટને અત્યાર સુધી ૪૨,૦૦૦થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. યુઝર્સે જૂની યાદોને તાજી કરી હતી.