આટલી મોટી ઉંમરની કોઈ સુંદરીએ આ પહેલાં કદી બ્યુટી-કૉન્ટેસ્ટમાં ભાગ લીધો નથી.
મૅરિસ્સા તેઇજો
અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં આ વીક-એન્ડમાં યોજાઈ રહેલી મિસ ટેક્સસ યુએસએ સ્પર્ધામાં મૅરિસ્સા તેઇજો નામનાં ૭૧ વર્ષનાં બહેન ભાગ લેવાનાં છે. આ એક રેકૉર્ડ છે, કેમ કે આટલી મોટી ઉંમરની કોઈ સુંદરીએ આ પહેલાં કદી બ્યુટી-કૉન્ટેસ્ટમાં ભાગ લીધો નથી. થોડા સમય પહેલાં જ મિસ યુનિવર્સ સ્પર્ધા યોજતા ઑર્ગેનાઇઝેશને નિયમમાં બદલાવ કર્યો હતો એ અંતર્ગત ૧૮ વર્ષથી મોટી વયની કોઈ પણ અપરિણીત કે ડિવૉર્સી મહિલા એમાં ભાગ લઈ શકે છે. આ નિયમ હેઠળ મૅરિસ્સાએ સ્પર્ધામાં ભાગ લીધો છે. મિસ ટેક્સસ યુએસએ સ્પર્ધા બે દિવસ ચાલવાની છે અને એમાં જે જીતશે તે નૅશનલ સ્પર્ધામાં ટેક્સસ રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

