મહિલા સર્જરી વિભાગમાં તેનો સી.ટી. સ્કૅન કરાયો ત્યારે દુખાવાનું મૂળ મળ્યું
અજબગજબ
ડૉક્ટર મધુરિકાએ ઑપરેશન કરીને શહાનાના પેટમાંથી ગાંઠ કાઢી નાખી
ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના નિઝામપુર ગામની ૩૩ વર્ષની શહાનાને થોડા સમયથી પેટમાં દુખાવો રહેતો હતો. બહુ ડૉક્ટર બદલ્યા, પણ દુખાવામાં કોઈ ફેર નહોતો પડ્યો. છેવટે શહાના હરદોઈની મેડિકલ કૉલેજમાં બતાવવા ગઈ. મહિલા સર્જરી વિભાગમાં તેનો સી.ટી. સ્કૅન કરાયો ત્યારે દુખાવાનું મૂળ મળ્યું. તેના પેટમાં ૨૦ ઇંચની ગાંઠ હતી એટલે દુખાવો થતો હતો. મેડિકલ કૉલેજનાં ડૉક્ટર મધુરિકાએ ઑપરેશન કરીને શહાનાના પેટમાંથી ગાંઠ કાઢી નાખી. એ ગાંઠ ૭ કિલોની હતી. સી.ટી સ્કૅનમાં ૨૦ ઇંચની લાગતી ગાંઠ ઑપરેશન કરીને કાઢી ત્યારે ૩૦થી ૩૫ ઇંચની થઈ ગઈ હતી.