૬ વર્ષના છોકરાની પંજાબથી અયોધ્યાની ૧૦૦૦+ કિલોમીટરની દોડ ૧૫ નવેમ્બરે નીકળ્યો, ૭ જાન્યુઆરીએ પહોંચ્યો
અજબગજબ
૧૫ નવેમ્બરે પોતાના ગામથી નીકળ્યો ત્યારે
પંજાબના ફાઝિલ્કા જિલ્લાના કિલિયાંવાલી ગામનો ૬ વર્ષનો છોકરો તેના ગામથી ૧૦૦૦+ કિલોમીટરના અંતરે આવેલા અયોધ્યા ચાલીને અને દોડીને પહોંચ્યો છે. અયોધ્યા પહોંચીને મોહબ્બત નામના આ છોકરાએ રામલલાનાં દર્શન કર્યાં છે અને હવે તે પ્રાણપ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠના સમારોહમાં સામેલ થઈને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પણ મળશે એવી ચર્ચા છે.
મોહબ્બતના પપ્પા રિન્કુ ગામમાં હેરડ્રેસર છે. દીકરાની આ દોડમાં તેનાં મમ્મી-પપ્પા પણ સાથે હતાં. મોહબ્બત તેના ગામથી ગયા વર્ષે ૧૫ નવેમ્બરે નીકળ્યો હતો અને ૭ જાન્યુઆરીએ અયોધ્યા પહોંચ્યો હતો. મોહબ્બતે આ યાત્રામાં માર્ગમાં આવતાં શૈક્ષણિક સંસ્થાનોમાં અને ગામના ચોકમાં ડ્રગ્સ અને પ્રદૂષણ વિરુદ્ધના સંદેશનો પ્રસાર કર્યો હતો.