સ્નો પોતે ૭૭ વર્ષનાં છે, જ્યારે તેમનાં દાદી મેડલ ટેલર હૉકિન્સ ૯૮ વર્ષનાં છે
Offbeat News
૬ પેઢીની મહિલાઓનું મિલન
સાત સપ્તાહની ઝાવિયા વ્હીટકેર ૧૮ ફેબ્રુઆરીએ અમેરિકાના કેન્ટકીમાં આવેલા કિંગ્સ માઉન્ટેન નર્સિંગ હોમ્સમાં પહેલી વખત તેનાં પરદાદી મેડલ ટેલર હૉકિન્સને મળી હોય એ ફોટો વાઇરલ થયો છે. જોકે ત્યારે તેમની સાથે તેમની દીકરી ફ્રાન્સિસ સ્નો, પૌત્રી ગ્રેસી સ્નો અને પ્રપૌત્રી જૅકલિન લેડફૉર્ડ તેમ જ તેની દીકરી જૅસલિન વિલ્સન પણ હાજર હતી, જેણે તાજેતરમાં ૧૯ વર્ષની વયે દીકરીને જન્મ આપ્યો હતો. ગ્રેસી સ્નોએ ફેસબુક પર આ ફોટો શૅર કર્યો હતો અને લખ્યું હતું, ‘૬ પેઢીઓનું મિલન.’ ઘણા લોકોએ આ ફોટો શૅર કર્યો હતો. ગ્રેસી સ્નોએ કહ્યું કે આ મિલન પણ સરળ નહોતું, કારણ, બધા જ હાલમાં અલગ-અલગ સ્થળે રહે છે. સ્નો પોતે ૭૭ વર્ષનાં છે, જ્યારે તેમનાં દાદી મેડલ ટેલર હૉકિન્સ ૯૮ વર્ષનાં છે. મેડલ ટેલર હૉકિન્સનાં લગ્ન ૧૬ વર્ષની વયે થયાં હતાં. તેના પતિની ઉંમર ૫૦ વર્ષની હતી. બન્નેને કુલ ૧૩ સંતાન હતાં. તેની દીકરી તેમ જ પૌત્રીથી માંડીને પ્રપૌત્રી તમામે ૧૯ વર્ષની વયે સંતાનોને જન્મ આપ્યો હતો.