ઝયાનને ચાર વર્ષની વયે ૧૯૫ દેશનાં નામ યાદ રહી ગયાં હતાં. ઝયાનને નવી-નવી માહિતી જાણવાનો શોખ છે અને નવું-નવું જાણવા માટે તે મોબાઇલ ફોનનો પણ સારો ઉપયોગ કરી જાણે છે.
અજબગજબ
ઝયાન સિરાઝ તેના પરિવાર સાથે
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં રહેતા પાંચ વર્ષ બે મહિના ૧૭ દિવસના ઝયાન સિરાઝે આંખો પર પાટા બાંધીને સૌથી વધારે સ્પીડમાં યુનાઇટેડ નેશન્સ અંતર્ગત પ્રમાણિત ૧૯૫ દેશોનાં નામ આલ્ફાબેટિકલ ઑર્ડરમાં બે મિનિટ ૧૪ સેકન્ડમાં બોલીને ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.
ડૉ. સિરાજ અહેમદ અને ડૉ. જુહી અહેમદને ત્યાં ૨૦૧૯ની છઠ્ઠી ઑક્ટોબરે જન્મેલો ઝયાન સિરાઝ યુરો કિડ્સમાં યુરો જુનિયર ક્લાસમાં ભણે છે. તેના પપ્પા કહે છે કે ‘ઝયાનને ચાર વર્ષની વયે ૧૯૫ દેશનાં નામ યાદ રહી ગયાં હતાં. ઝયાનને નવી-નવી માહિતી જાણવાનો શોખ છે અને નવું-નવું જાણવા માટે તે મોબાઇલ ફોનનો પણ સારો ઉપયોગ કરી જાણે છે.’