ઍનેસ્થેસિયા પેડિયાટ્રિક સર્જ્યનની મદદથી બ્રૉન્કોસ્કોપી કરીને બલ્બ બહાર કાઢવામાં આવ્યો હતો.
વાઇરલ વિડિયોની તસવીર
ચેન્નઈમાં પાંચ વર્ષનું એક બાળક ભૂલથી LED બલ્બ ગળી ગયું હતું અને એ બલ્બ તેનાં ફેફસાંમાં પહોંચી ગયો હતો. CT સ્કૅનમાં પાંચ સેન્ટિમીટર લાંબો બલ્બ તેની શ્વાસનળીમાં ફસાયેલો જોવા મળ્યો હતો. બાળકને પહેલાં એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં બ્રૉન્કોસ્કોપીથી બલ્બ દૂર ન થતાં ડૉક્ટરોએ ઓપન ચેસ્ટ સર્જરીની સલાહ આપી હતી. ત્યાર બાદ બાળકને શ્રી રામચંદ્ર હૉસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ઍનેસ્થેસિયા પેડિયાટ્રિક સર્જ્યનની મદદથી બ્રૉન્કોસ્કોપી કરીને બલ્બ બહાર કાઢવામાં આવ્યો હતો.

