બિહારના મુઝફ્ફરપુરમાં પણ એક તાજમહલ છે, પણ એને તમે મુઝફ્ફરપુરનો આઇફલ ટાવર પણ કહી શકો. કારણ કે એ મકાન માત્ર ૬ ફુટની જગ્યા પર ૪૫ ફુટ ઊંચું પાંચ માળનું બનાવાયું છે.
અજબગજબ
મકાન માત્ર ૬ ફુટની જગ્યા પર ૪૫ ફુટ ઊંચું પાંચ માળનું બનાવાયું
બિહારના મુઝફ્ફરપુરમાં પણ એક તાજમહલ છે, પણ એને તમે મુઝફ્ફરપુરનો આઇફલ ટાવર પણ કહી શકો. કારણ કે એ મકાન માત્ર ૬ ફુટની જગ્યા પર ૪૫ ફુટ ઊંચું પાંચ માળનું બનાવાયું છે. આપણને એવું જ લાગે કે આવા પેન્સિલ જેવા સાંકડા મકાનમાં રહેવાનું કેવી રીતે ફાવે? પણ અહીં કેટલાક પરિવાર ભાડે રહે છે અને એક ઑફિસ પણ ચાલે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના વિશેષ સલાહકાર રહી ચૂકેલા સંતોષ કુમારે ગનીપુર મોહલ્લામાં ૨૦૧૫માં આ મકાન બનાવ્યું હતું. સંતોષ કુમારને પત્ની અર્ચનાને ભેટ આપવા માટે આ મકાન બનાવવાનો વિચાર આવ્યો હતો પણ એનો નકશો પાસ થતો નહોતો. મહાપરાણે ૩ વર્ષ પછી નકશો પાસ થયો અને મકાન બન્યું. બહારથી સાંકડા લાગતા મકાનની અંદર સુખસુવિધાની તમામ સગવડો છે. દરેક માળે ડ્રૉઇંગરૂમ, બેડરૂમ અને બાલ્કની બનાવવામાં આવી છે.