Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નોકરી માટે ૧૯૭૬માં કરેલી અરજીનો રિપ્લાય છેક ૪૮ વર્ષ પછી મળ્યો

નોકરી માટે ૧૯૭૬માં કરેલી અરજીનો રિપ્લાય છેક ૪૮ વર્ષ પછી મળ્યો

Published : 09 October, 2024 04:41 PM | Modified : 09 October, 2024 05:41 PM | IST | United kingdom
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુનાઇટેડ કિંગડમના લિન્કનશરમાં રહેતાં ટિઝી હડસને મોટરસાઇકલ સ્ટન્ટ રાઇડર માટે ૧૯૭૬માં અરજી કરી હતી. એનો જવાબ તેમને એક અઠવાડિયું, એક મહિનો કે એક વર્ષે નહીં, પણ ૪૮ વર્ષે મળ્યો. આટઆટલાં વર્ષો સુધી જવાબ ન મળવાનું કારણ પણ વિચિત્ર છે.

ટિઝી હડસન

અજબગજબ

ટિઝી હડસન


યુનાઇટેડ કિંગડમના લિન્કનશરમાં રહેતાં ટિઝી હડસને મોટરસાઇકલ સ્ટન્ટ રાઇડર માટે ૧૯૭૬માં અરજી કરી હતી. એનો જવાબ તેમને એક અઠવાડિયું, એક મહિનો કે એક વર્ષે નહીં, પણ ૪૮ વર્ષે મળ્યો. આટઆટલાં વર્ષો સુધી જવાબ ન મળવાનું કારણ પણ વિચિત્ર છે. તેમણે અરજી કરી હતી એનો જવાબ કંપનીએ આપ્યો હતો, પણ એ કવર સ્ટેન્સ પોસ્ટ-ઑફિસના એક ડ્રૉઅરની પાછળ ફસાઈ ગયો હતો અને એકાએક હમણાં મળ્યો હતો. એટલે પોસ્ટ-ઑફિસે એ કવર ટિઝી હડસનને પહોંચતો કર્યો હતો. આટલાં વર્ષો પછી લેટર મળ્યાનું ટિઝીને દુઃખ છે, પણ એના કરતાં વધુ આનંદ લેટર મળ્યાનો છે, કારણ કે જવાબ નહોતો મળ્યો એટલે પોતે એ જગ્યા માટે યોગ્ય નથી એવું તેમણે ધારી લીધું હતું. તેમણે કહ્યું કે ‘અરજી પોસ્ટ કર્યા પછી હું દરરોજ જવાબની રાહ જોતી હતી. દિવસો સુધી કોઈ પોસ્ટ આવી નહોતી. સ્ટન્ટ રાઇડરની નોકરી કરવાની મને બહુ ઇચ્છા હતી. જોકે દુખી થવાને બદલે હડસને નોકરી અને આવકના બીજા સ્રોત પકડી લીધા હતા. તેમણે સ્નેક હૅન્ડલર, ઘોડાની સંભાળ રાખનાર, ઍરોબેટિક પાઇલટ અને ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર તરીકેની સાહસિક કારકિર્દી ઘડી અને આખી દુનિયામાં ફરવાની તક પણ મળી.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK