મહિલાના પતિએ જ ગ્રામીણોની મદદથી બન્નેના લગ્ન કરાવ્યા છે. મહિલાના ત્રણ બાળકો પણ છે. ઘટના 12 સપ્ટેમ્બરની છે, પણ હવે બહાર આવી છે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક
બિહારના પૂર્ણિયા જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં 44 વર્ષીય કાકીના લગ્ન 14 વર્ષના સગીર ભત્રીજા સાથે જબરજસ્તી કરાવવામાં આવ્યા છે. મહિલાના પતિએ જ ગ્રામીણોની મદદથી બન્નેના લગ્ન કરાવ્યા છે. મહિલાના ત્રણ બાળકો પણ છે. ઘટના 12 સપ્ટેમ્બરની છે, પણ હવે બહાર આવી છે.
સંબંધો લાજ કાઢનારી આ ઘટના જિલ્લાના વનમનખી થાણાં વિભાગના એક ગામડાંની છે. મામલો સામે આવ્યા પછી સ્થાનિક પોલીસે કેસ દાખલ કર્યો છે. કેસની તપાસ કરવામાં આવી રહી છે. હકિકતે કાકી અને ભત્રીજાને પતિએ વાંધાજનક સ્થિતિમાં પકડી પાડ્યા હતા. જેના પછી પતિએન બન્નેના જબરજસ્તી લગ્ન કરાવી દીધા. આ દરમિયાન ગ્રામીણો પણ હાજર રહ્યા. આ લગ્ન આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે.
ADVERTISEMENT
પંજાબમાં કામ કરે છે મહિલાનો પતિ
મળતી માહિતી પ્રમાણે મહિલાનો પતિ પંજાબમાં કામ કરે છે. તેમની પત્ની અને ભત્રીજા વચ્ચે ગેરકાયદેસરના સંબંધોની માહિતી ગ્રામજનોએ જ મહિલાના પતિને આપી હતી. જેના પછી પતિ છુપાઈને ગામડે આવ્યો. પછી પત્ની અને 14 વર્ષના ભત્રીજાને વાંધાજનક સ્થિતિમાં પકડી પાડ્યો. પછી ગ્રામીણોની મદદથી બન્નેનાં લગ્ન કરાવ્યાં. સગીરે પોતાની કાકીનો સેંથો પણ પૂર્યો. લગન પછી મહિલા સગીરને પગે પણ લાગી. કહેવામાં આવી રહ્યું છે કે બન્નેનાં ગેરકાયદેસર સંબંધની માહિતી આખા ગામના લોકોને હતી. સગીરનો પરિવાર પણ આ વિશે જાણતો હતો. પછી ગ્રામીણોએ મહિલાના પતિને આ વિશે ફોન પર સૂચના આપી.
દબાણને કારણે સગીરનો પરિવાર પણ કંઈ કરી શક્યો નહીં
પતિએ જ્યારે પત્ની અને ભત્રીજાને રૂમમાં વાંધાજનક સ્થિતિમાં પકડી પાડ્યા તો તેના ઘરે ગ્રામીણોની ભીડ એકઠી થઈ. ગામડાંના લોકોએ પતિ પર બન્નેનાં લગ્ન કરાવવાનું દબાણ નાખ્યું. પછી ગામડામાં જ બન્નેનાં લગ્ન કરાવવામાં આવ્યાં. આ દરમિયાન ગ્રામીણ લાઠી અને દંડા લઈને સજ્જ હતાં. ગ્રામીણોના ડરથી મહિલા અને સગીરે લગ્ન કર્યાં. આ દરમિયાન સગીરનો પરિવાર પણ હાજર રહ્યો, પણ ગ્રામીણોનાં ડરથી લગ્નનો વિરોધ કરી શક્યો નહીં. કેસ ચર્ચામાં આવ્યા પછી પોલીસ હરકતમાં આવી ગઈ છે. મહિલાના પતિ સહિત અન્ય ગ્રામીણો પર કેસ નોંધવામાં આવ્યો છે.