શરીરના ૯૯.૯૮ ટકા હિસ્સામાં ટૅટૂ કરાવીને એસ્પેરેન્સે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે
અજબગજબ
એસ્પેરેન્સ લુમેનિસ્કા ફુએરજિના
ગામડાની મહિલાઓ ગાલ પર કે હાથ પર છૂંદણાં ત્રોફાવતી હોય છે, પરંતુ અમેરિકાની ૩૬ વર્ષની એસ્પેરેન્સ લુમેનિસ્કા ફુએરજિનાએ આખા શરીરે ટૅટૂ ચીતરાવ્યાં છે. હાથ-પગ પર તો ઠીક; તેણે જીભ, પેઢા અને આંખની અંદર તથા જનનાંગો પર પણ ટૅટૂ ચીતરાવ્યાં છે. શરીરના ૯૯.૯૮ ટકા હિસ્સામાં ટૅટૂ કરાવીને એસ્પેરેન્સે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે. સૈન્ય પરિવારની એસ્પેરેન્સ પણ સેનામાં ચિકિત્સા સેવા અધિકારી તરીકે જોડાઈ છે.