સોશ્યલ મીડિયા પર આ સાપના ટોળાનો વિડિયો વાઇરલ થયો હતો.
ઘરમાંથી ૩૫ સાપ મળી આવ્યા
તમે ઘરમાં રોજિંદા કામમાં વ્યસ્ત હો અને અચાનક બાથરૂમમાં ઢગલો સાપ દેખાય તો? એક કોક્રૉચ કે છિપકલી જોઈને પણ જેના પસીના છૂટી જાય છે તે લોકો તો આવું સાંભળીને જ ધ્રૂજી જ જાય. જોકે કોઈ હૉરર ફિલ્મ જેવી આ ઘટના આસામના નગાંવ જિલ્લાના કાલિયાબોર વિસ્તારમાં ખરેખર બની હતી. આ વ્યક્તિના ઘરમાંથી ૩૫ સાપ મળી આવ્યા હતા. એકસાથે આટલા બધા સાપને બાથરૂમમાં સરકતા જોઈને તે વ્યક્તિ ખૂબ ગભરાઈ ગઈ હતી. સોશ્યલ મીડિયા પર આ સાપના ટોળાનો વિડિયો વાઇરલ થયો હતો.
વિડિયોમાં એક વિશાળ પથ્થર નીચેથી કેટલાક સાપનું માથું બહાર આવતું દેખાય છે અને ગણતરીની મિનિટોમાં જ આ સાપ ખુલ્લામાં ફરવા લાગે છે. તો બીજી તરફ સંખ્યાબંધ સાપને એક બકેટમાં ભરવામાં આવે છે. આ સાપને ઍનિમલ લવર સંજીબ દેકાએ રિકવર કર્યા હતા. ઘરના માલિકે તેમને જાણ કરી હતી કે નવા બની રહેલા ટૉઇલેટમાંથી એકસાથે ૩૫ સાપ બહાર નીકળ્યા છે. સંજીબ દેકાએ સાપને પકડીને ફૉરેસ્ટમાં છોડી મૂક્યા હતા.

