Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ત્રણ વર્ષનો ટાબરિયો ફરારી કાર બેસ્ટ રીતે પાર્ક કરે છે

ત્રણ વર્ષનો ટાબરિયો ફરારી કાર બેસ્ટ રીતે પાર્ક કરે છે

Published : 19 February, 2023 06:55 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝેન સોફુઓગ્લુ તેના પિતાની ૩.૮૦ લાખ પાઉન્ડ (લગભગ ૩.૭૮ કરોડ રૂપિયા)ની ફરારી કારને એક પણ ખરોચ પાડ્યા વગર સહેલાઈથી પાર્ક કરે છે

ઝેન સોફુઓગ્લુ

Offbeat

ઝેન સોફુઓગ્લુ


ટર્કિશ મોટરસાઇકલ રેસર કેનાન સોફુઓગ્લુનો ત્રણ વર્ષનો દીકરો જે ફરારી કારના સ્ટિયરિંગ વ્હીલની ઉપર જોઈ પણ શકતો નથી અને મહામહેનતે પોતાના પગ કારના પેડલ પર ટકાવી રાખી શકે છે તે ઝેન સોફુઓગ્લુ તેના પિતાની ૩.૮૦ લાખ પાઉન્ડ (લગભગ ૩.૭૮ કરોડ રૂપિયા)ની ફરારી કારને એક પણ ખરોચ પાડ્યા વગર સહેલાઈથી પાર્ક કરે છે.  


ટર્કિશ મોટરસાઇકલ રેસર કેનાન સોફુઓગ્લુના સૌથી નાના પુત્રએ તેના જીવનનો મોટા ભાગનો સમય હાઈ-પર્ફોર્મન્સ મોટરસાઇકલ અને કાર વચ્ચે જ વિતાવ્યો છે.



ઝેન બે વર્ષનો પણ નહોતો ત્યારથી પાંચ સુપરશૉટ વર્લ્ડ ચૅમ્પિયન ટાઇટલના વિજેતા તેના પિતાએ સોશ્યલ મીડિયા પર તેમના ઘરના ડ્રાઇવવે પર ઝેનનો મોટરસાઇકલ ચલાવતો વિડિયો પોસ્ટ કર્યો હતો. ઝેન વિન્ડસ્ક્રીન દ્વારા જોવામાં અસમર્થ હોવા છતાં હવે કુશળતાપૂર્વક વિવિધ સુપરકાર પાર્ક કરી શકે છે. તેના ડ્રાઇવિંગ કૌશલને કારણે ઝેનના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ૧૦ લાખ જેટલા ફૉલોઅર્સ છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2023 06:55 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK