ઉત્તર પ્રદેશની શાહજહાંપુર જિલ્લાની જેલના ૨૭ મુસ્લિમ કેદીએ નવરાત્રિના ઉપવાસ કર્યા છે
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
નવરાત્રિ એ મા નવદુર્ગાની ભક્તિ કરવાનો અને આશીર્વાદ મેળવવાનો તહેવાર હોય છે. સનાતન ધર્મમાં આસો નોરતાંનું અનેરું મહત્ત્વ હોય છે. અનેક ભક્તો ૯ દિવસ સુધી મા જગદંબાની આરાધના કરવા માટે વ્રત-ઉપવાસ રાખતા હોય છે. હિન્દુઓ તો વ્રત કરતા જ હોય છે પરંતુ કેટલાક મુસ્લિમોએ પણ આ વ્રત કર્યાં છે. ઉત્તર પ્રદેશની શાહજહાંપુર જિલ્લાની જેલના ૨૭ મુસ્લિમ કેદીએ નવરાત્રિના ઉપવાસ કર્યા છે. એક બ્રિટિશ મહિલા કેદી અને કેટલાક સિખ કેદીઓએ પણ નવરાત્રિ કરી છે. જેલના અધીક્ષકે કહ્યું કે કુલ ૨૧૭ કેદીએ નવરાત્રિ કરી છે. આ ઉપવાસી કેદીઓએ આઠમના દિવસે દુર્ગામાતાની પૂજા પણ કરી હતી. રમનદીપ કૌર નામની બ્રિટિશ મહિલાએ સપ્ટેમ્બર ૨૦૧૬માં પતિની હત્યા કરી હતી. ગયા વર્ષે તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. રમનદીપ કૌરે પણ વ્રત રાખ્યું હતું.