વાત ૨૦૧૭ની છે પણ એનું નિરાકરણ હમણાં આવ્યું છે. ન્યુ મેક્સિકોના યુવાનનું વજન સતત ઘટી રહ્યું હતું અને નબળાઈ પણ લાગતી હતી.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
વાત ૨૦૧૭ની છે પણ એનું નિરાકરણ હમણાં આવ્યું છે. ન્યુ મેક્સિકોના યુવાનનું વજન સતત ઘટી રહ્યું હતું અને નબળાઈ પણ લાગતી હતી. એટલે તે એક ક્લિનિકમાં ગયો. ડૉક્ટરોએ તેની વાત સાંભળી કેટલાંક પરીક્ષણો કર્યાં. એ પછી યુવાનને નપુંસકતાનું નિદાન કર્યું. એ પ્રમાણે સારવાર પણ શરૂ કરી દીધી. એમાં દર અઠવાડિયે ઇન્જેક્શનનો કોર્સ શરૂ કર્યો. સાથે-સાથે તેને ટેસ્ટોસ્ટેરોનની દવા પણ આપી. આ સારવારથી યુવાનની બીમારી દૂર થવાને બદલે લિંગની કાયમી સમસ્યા થઈ ગઈ, કારણ કે ડૉક્ટરોએ તેનું નિદાન પણ ખોટું કર્યું હતું અને સારવાર પણ ખોટી કરી હતી. ડૉક્ટરોએ કરેલી ગંભીર પ્રકારની બેદરકારી સામે કેસ ચાલ્યો. એમાં વકીલોએ કહ્યું કે આ ગંભીર પ્રકારની ભૂલ છે, દરદી સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે, કોઈ સફેદ કોટ પહેરે ત્યારે તેને આવી બેદરકારી દાખવવાની પરવાનગી આપવી ન જોઈએ. આ બેદરકારીને કારણે ન્યુ મેલ મેડિકલ સેન્ટર એ યુવાનને ૩.૨૫ મિલ્યન ફ્રૅન્ક એટલે કે ૪૧૨,૦૦૦,૦૦૦ ડૉલરનું વળતર ચૂકવશે. આ વળતરને મેડિકલ હિસ્ટરીનું સૌથી મોટી રકમનું વળતર ગણાવવામાં આવ્યું છે.