નિષ્ણાતોના મતે ચૂનાના પથ્થરની આ પ્રતિમા સમ્રાટ કલાઉડિયસના માનમાં બનાવવામાં આવી હતી
Offbeat News
ઇજિપ્તમાં મળી ૨૦૦૦ વર્ષ જૂની સુંદર પ્રતિમા
પુરાતત્ત્વવિદોએ ૨૦૦૦ વર્ષ પહેલાંના રોમન યુગની એક મહિલાનું માથું અને સિંહનું અંગ ધરાવતી પ્રતિમા શોધી કાઢી છે. આ પ્રતિમા ઇજિપ્તના કેના ગવર્નરેટના ડેન્ડેરા મંદિર પરિસરમાંથી મળી હતી. નિષ્ણાતોના મતે ચૂનાના પથ્થરની આ પ્રતિમા સમ્રાટ કલાઉડિયસના માનમાં બનાવવામાં આવી હતી, જેમણે રોમમાં ઈસવી સન ૪૧થી ૫૪ સુધી રોમ પર શાસન કર્યું હતું અને તેમના શાસનને છેક આફ્રિકાના હિસ્સામાં વિસ્તરણ કર્યું હતું.
પ્રતિમામાં જોવા મળે છે એમ એ પરંપરાગત શાહી નેમ્સ હેડ ડ્રેસ પહેરે છે, જેમાં આગળના ભાગમાં કોબ્રા છે. આ પ્રતિમા એ પરિસરમાંથી માટી બહાર કાઢતી વખતે મળી હતી. જોકે આ પ્રતિમા ગીઝાના ગ્રેટ સિફન્ક્સ કરતાં નાની છે. ગીઝાની પ્રતિમા ૨૪૦ ફુટ લાંબી છે. ઇજિપ્તના પર્યટન અને પ્રાચીનકાળના મંત્રાલયે કહ્યું કે આ પ્રતિમામાં શાહી લક્ષણો સચોટ રીતે દર્શાવવામાં આવ્યાં છે. એના હોઠ પર સહેજ સ્મિત છે અને ગાલ પર બે ડિમ્પલ પણ છે.