Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇટલીના જંગલમાં મળ્યા ૨૦૦૦ વર્ષ જૂના સિક્કા

ઇટલીના જંગલમાં મળ્યા ૨૦૦૦ વર્ષ જૂના સિક્કા

Published : 03 May, 2023 12:16 PM | IST | Rome
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સિક્કા પૈકી સૌથી જૂના ઈસવી સન પૂર્વે ૧૫૭થી ૧૫૬ વર્ષના અને સૌથી નવા ઈસવી સન પૂર્વે ૮૩થી ૮૨ વર્ષના હતા

ઇટલીના જંગલમાં મળ્યા ૨૦૦૦ વર્ષ જૂના સિક્કા

Offbeat News

ઇટલીના જંગલમાં મળ્યા ૨૦૦૦ વર્ષ જૂના સિક્કા


તાજેતરમાં ઇટલીના ટસ્કની પ્રાંતમાં કપાયેલા જંગલની નજીકથી જઈ રહેલા પુરાતત્ત્વવાદીઓના એક ગ્રુપે જમીનમાં ચળકતી વસ્તુ જોઈ. થોડી ખણખોદ કરતાં ૨૦૦૦ વર્ષ જૂના ચાંદીના ૧૭૫ સિક્કા એક માટીના ઘડામાં છુપાવાયેલા મળી આવ્યા હતા. એ સમયે કીમતી વસ્તુઓ સંતાડવાનો આ એકમાત્ર માર્ગ હતો, જેમાં કીમતી વસ્તુઓને ઘરથી દૂર જંગલમાં જમીનની નીચે સંતાડવામાં આવતી હતી. આ સિક્કા પૈકી સૌથી જૂના ઈસવી સન પૂર્વે ૧૫૭થી ૧૫૬ વર્ષના અને સૌથી નવા ઈસવી સન પૂર્વે ૮૩થી ૮૨ વર્ષના હતા. બે સિક્કા ખંડિત છે, તો બાકીના સારી હાલતમાં છે. 


આ પણ વાંચો : પડછાયાએ પણ છોડ્યો સાથ



પુરાતત્ત્વવિદોના જણાવ્યા પ્રમાણે ૧૭૫ સિક્કા રોમન સૈનિકોનો એક વર્ષનો કે ૬ મહિનાનો પગાર હોઈ શકે છે. ભલે આજે એની કિંમત ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ યુરો (અંદાજે ૧૭થી ૨૨ લાખ રૂપિયા) હોઈ શકે છે. તેમના મતે એ સમય અશાંતિનો હતો. એક તરફ રોમન પોતાના પાડોશી ઇટલી સાથે યુદ્ધ લડતું હતું, તો બીજી તરફ તેમના જ એક જનરલે રોમન રિપબ્લિક સામે આક્રમણ કર્યું હતું. સૈનિકોએ એ ક્ષેત્રનો કબજો તો લીધો હતો અને ત્યાંથી આગળ વધ્યા હતા, પરંતુ એ પ્રદેશ જીતી શક્યા નહોતા. સૈનિકો અહીં આ રકમ દાટીને ગયા હશે અને પાછા ફરતી વખતે લઈ જઈશું એવું નક્કી કર્યું હશે, પણ તેઓ પાછા ફરી શક્યા નહોતા. આ સિક્કા પાછળ એક કરુણ કહાની છે. કોઈ સૈનિક આ રકમની મદદથી ખેતરમાં ખેતી કરવા માગતો હશે કે અન્ય કોઈ કારણ હોઈ શકે છે. જોકે ઇતિહાસકારો આ વાતને માનતા નથી. તેમના મતે અશાંતિના સમયે કોઈકે આ સિક્કા સંતાડ્યા હશે.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2023 12:16 PM IST | Rome | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK