ઓવરીમાં સિસ્ટ થવું સામાન્ય વાત છે. પણ, તે વિશે વિચારો કે જેમના શરીરમાં આ ગાંઠ બૉલ કરતા પણ મોટી થઈ જાય. આવી જ એક યુવતીની સફળ સારવાર માટે ડૉક્ટર્સે તૈયારી કરી છે.
Offbeat News
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
પેટ કે પેટમાં રહેલી કોઈપણ અંગમાંની નાનકડી ગાંઠ પણ પરેશાન કરી દે છે. વિચારો આવી જ એ ગાંઠ ટ્યૂમર બનીને 45 કિલો સુધી વધી જાય તો તમને કેવું અનુભવાશે. ફ્લોરિડામાં રહેનારી 20 વર્ષની Allison Fisher પણ એવી જ એક તકલીફમાંથી પસાર થઈ રહી હતી. જેની ઓવરીમાં લગભગ 45 કિલોનું ટ્યૂમર થઈ ચૂક્યું હતું. પણ સારવારના ખર્ચના ડરે તે ડૉક્ટર્સ પાસે જતા ગભરાતી હતી. આને વણજોયું કરવાને કારણે ઓવરીમાં રહેલ ટ્યૂમર કોઈક એક્સરસાઈઝ બૉલ જેટલું મોટું થઈ ગયું.
આવો થયો હતો હાલ
14 વર્ષની ઊંમરથી જ Allison Fisherને પોતાના શરીરમાં કંઈક અસામાન્ય લાગવા માંડ્યું હતું. પણ ડૉક્ટર્સે તેને વજન ઘટાડવાની સલાહ આપી. તેમના પીરિયડ્સ પણ સામાન્ય નહોતા. ક્યારેક તે વર્ષ સુધી ચાલતા હતા અને ક્યારેક આવતા જ નહોતા. કેટલોક સમય બાદ તેને પેટમાં ખૂબ જ વધારે દુઃખાવો થવા માંડ્યો.
ADVERTISEMENT
10 બાળકોને જન્મ આપવા જેવો હતો Allisonનું પેટ
Allison Fisherને સારવાર ત્યારે મળી શકી જ્યારે તે પોતાની મમ્મીના કેન્સરની સારવાર માટે હૉસ્પિટલ ગઈ. માની તકલીફ જોઈ તેમને હજી બેદરકારી કરવી યોગ્ય ન લાગી. ટ્યૂમર કાઝ્યા બાદ Allison Fisherએ પોતે કહ્યું કે તે એવું અનુભવતી હતી જાણે તે પ્રેગ્નેન્ટ છે અને એક સાથે દસ બાળકોને જન્મ આપવાની છે. સારવાર બાદ તેને ખૂબ જ હળવું અનુભવાયું. તે પોતાના પગ જોઈ શકે છે અને સામાન્ય લોકોની જેમ પોતાના ગમતા કપડાં પહેરી શકે છે.
આ પણ વાંચો : Mumbai Local: પશ્ચિમ રેલવેએ શરૂ કરી વધુ સેવાઓ, જુઓ નવું ટાઇમટેબલ
આ રીતે મળી સારવાર
Allison Fisherની સારવાર કરાવનારા ડૉક્ટર્સ પ્રમાણએ એવી સિસ્ટ ઘણીવાર કોઈ નુકસાન નથી પહોંચાડતી. પણ જ્યારે આ વધારે વધવા માંડે, પેલ્વિક પેઈન થવા માટે અથવા રોબોટિક સર્જરીને બદલે ડૉક્ટર્સની મોટી સલાહ જરૂરી હોય છે. Dr. Martin Martinaએ કહ્યું કે આ કેસમાં ટ્યૂમર ખૂબ જ મોટું હતું આથી રોબોટિક સર્જરીને બદલે ડૉક્ટર્સની મોટી ટીમ તૈયાર કરવામાં આવી. જેમાં ઈન્સેન્ટિવ કેર ડૉક્ટર, સ્ત્રી રોગ અને કેન્સર રોગ વિશેષજ્ઞ, ડાએટિશન, નર્સિંગ સ્ટાફને સામેલ કરવામાં આવ્યા. ઑપરેશન કરતી વખતે ડૉક્ટર્સે એ વાતનું પણ ધ્યાન રાખ્યું કે Allison Fisher ભવિષ્યમાં મા બની શકે.