આજની તારીખે આ પ્રકારનું સાદું ભોજન લેવા નાનામાં નાની રેસ્ટોરાંમાં જઈએ તો પણ બિલ હજારમાં આવે છે
Offbeat News
૧૯૮૫ની ૨૦ ડિસેમ્બરનું હોટેલનું બિલ
વડીલો સાથે વાત કરવા બેસો તો સૌથી પહેલો મુદ્દો મોંઘવારીનો જ ચર્ચાશે. તેમના જમાનામાં જે સસ્તાઈ હતી એ સાંભળીને જ આપણી આંખો પહોળી થઈ જાય. ઢબ્બુ પૈસો, દોકડો અને આનાનું ચલણ આપણે જોયું જ નથી. જોકે એ જ પ્રકારે આપણી યુવા પેઢીએ ચાર આના અને આઠ આનાનો વૈભવ જોયો નથી.
તાજેતરમાં એક વ્યક્તિએ સોશ્યલ મીડિયા પર ૧૯૮૫ની ૨૦ ડિસેમ્બરનું હોટેલનું બિલ પોસ્ટ કર્યું છે, જેમાં દિલ્હીના લજપત નગરની લઝીઝ રેસ્ટોરાં ઍન્ડ હોટેલમાં શાહી પનીર, દાલ મખની, રાયતા અને ચપાતી જેવી આઇટમ્સનું ટોટલ બિલ ૨૬.૩૦ રૂપિયા આવ્યું છે. આ આઇટમ્સનો ભાવ જોઈએ તો શાહી પનીર અને દાલ મખનીના પ્રતિ પ્લેટ આઠ રૂપિયા, જ્યારે કે રાયતાના પાંચ અને ચપાતીના ૬ રૂપિયા લગાવવામાં આવ્યા હતા. આજની તારીખે આ પ્રકારનું સાદું ભોજન લેવા નાનામાં નાની રેસ્ટોરાંમાં જઈએ તો પણ બિલ હજારમાં આવે છે. આ પોસ્ટને હજારો લાઇક્સ મળી છે.