આ બાઇકો ફોટો ફેસબુક પર પોસ્ટ કરવામાં આવતાં એને ૮૦૦૦ લાઇક મળી હતી.
Offbeat News
૧૯૦૮ની હાર્લી ડેવિડસન
તાજેતરમાં એક બાઇકની હરાજી થઈ હતી અને એને ખરીદવા માટે ગ્રાહકો વચ્ચે સ્પર્ધા થઈ હતી. એ બાઇક ૧૯૦૮ની હાર્લી ડેવિડસન હતી, જે હરાજીમાં સૌથી વધુ કિંમતવાળી બાઇક બની છે. આ બાઇકની હરાજી ૯,૩૫,૦૦૦ ડૉલર (અંદાજે ૭.૭૩ કરોડ રૂપિયા)માં થઈ હતી. આ બાઇકો ફોટો ફેસબુક પર પોસ્ટ કરવામાં આવતાં એને ૮૦૦૦ લાઇક મળી હતી. ૧૯૦૮ની હાર્લી ડેવિડસનની બાઇકની હરાજી અમેરિકાના લાસ વેગસમાં થઈ હતી. ૧૯૦૮માં આ બાઇકનાં માત્ર ૪૫૦ મૉડલ બનાવવામાં આવ્યાં હતાં. ૧૯૪૧માં આ બાઇક એક ખેતરમાં હતી, જેને ડેવિડ ઉહલીને પોતાની પાસે ૬૬ વર્ષ સુધી સાચવી રાખી હતી. તાજેતરમાં એની ટૅન્ક, વ્હીલ, સીટકવર અને એન્જિન-બેલ્ટ તથા પુલીનું સમારકામ કરવામાં આવ્યું હતું. હાલમાં માત્ર એનાં ૧૨ મૉડલ ઉપલબ્ધ છે.