ટીનેજરે પોતાના પાળતું શ્વસાનને પીવડાવ્યો વોડકા, વાયરલ થયો વિડિયો
ટીનેજર અને તેનું પપી
યુરોપના ઉક્રેઇનમાં એક ટીનેજરે તેના પાલતું શ્વાનને મજાકમાં વોડકા પીવડાવી હતી. 18 વર્ષની ટીનેજરનો શ્વાનને વોડકા પીવડાવતો વિડિયો સોશ્યલ મિડિયા પર સખત વાયરલ થયો હતો અને તે પોલીસ સુધી પહોચી ગયો હતો. ત્યારબાદ પોલીસે આ ટીનેજરની ધરપકડ કરીને તેને 24,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ટીનેજર પશ્ચિમ ઉક્રેઇનના મોમોર્નીતસ્યા ગામમાં રહે છે. તેનું નામ જાહેર કર્યું નથી. વાયરલ થયેલા વિડિયો પ્રમાણે, ટીનેજરરે પાળતુ પપીને વોડકા આપતા કહ્યું હતું કે મારા વ્હાલા પાળતુ શ્વાન માટે આ રહ્યું થોડું ક વોડકા. હું હોવું કે હવે શું થાય છે. વોડકા પીધા પછી પપી કાંપવા લાગ્યું હતું ત્યારે તે જોરજોરથી હસતી હતી. વિડિયો વાયરલ થતાની સાથે જ પોલીસે ટીનેજરને તના ગામમાંથી પકડી લીધી હતી. પોલીસે જ્યારે તેને પુછયું કે આવું શા માટે કર્યુઁ ત્યારે તેણે કહ્યું હતું કે, હું મારા મિત્રો સાથે મસ્તી કરી રહી હતી. અમે લોકો એક ગેમ રમી રહ્યા હતા જેમાં અમે એકબીજાને ટાસ્ક આપી રહ્યા હતા. મને મારા મિત્રોએ પપીને આલ્કોહોલ પીવડાવાનું ટાસ્ક આપ્યું હતું. મેં જે કર્યું તેનો મને અફસોસ છે. મારા આ કૃત્ય બદલ હું દિલગીર છું. પોલીસે તેને 24,000 રૂપિયા દંડ ફટકાર્યો હતો.
ADVERTISEMENT
ત્યારબાદ પોલીસે આ ટીનેજરના પાલતું શ્વાનની તપાસ કરતા ખબર પડી હતી કે તે એકદમ સ્વસ્થ છે.

