ચાર્લીની ઍન્ડોસ્કોપીમાં એક સ્ક્રૂ તેના શરીરમાં જોવા મળ્યો હતો જે તે ગળી ગયો હતો. હવે તો ચાર્લી કોઈ ચીજ ખાઈ જાય તો આઇલીન એનો ફોટોગ્રાફ પાડી લે છે
બ્રિટનમાં ૧૧ વર્ષના ચાર્લી નામના છોકરાને પાઇકા નામની એક માનસિક બીમારી થઈ છે જેને કારણે તે વિચિત્ર ચીજો ખાઈ રહ્યો છે
બ્રિટનમાં ૧૧ વર્ષના ચાર્લી નામના છોકરાને પાઇકા નામની એક માનસિક બીમારી થઈ છે જેને કારણે તે વિચિત્ર ચીજો ખાઈ રહ્યો છે. એમાં સ્પન્જ, વૉલપેપર, ડાઇપર્સ વગેરેનો સમાવેશ છે. ચાર્લીની મમ્મી આઇલીન લૅમ્બે કહ્યું હતું કે હવે તો તે ઘરનાં કબાટ બંધ રાખે છે અને ચીજવસ્તુઓ ચાર્લીથી છુપાવીને રાખે છે. ચાર્લી પાંચ વર્ષનો હતો ત્યારે તે ઘરના પાળેલા ડૉગનો ખોરાક ખાતો નજરે પડ્યો હતો. શરૂઆતમાં તેને થયું કે આ એક વાર બનેલી ઘટના હશે, પણ પછી તેણે ચાર્લીને વપરાયેલાં ડાઇપર્સ ખાતો જોઈ લીધો હતો. આથી તે ડૉક્ટર પાસે લઈ ગઈ ત્યારે ખબર પડી કે ચાર્લીને પાઇકા નામની બીમારી છે. આ એક માનસિક બીમારી છે જેમાં વ્યક્તિ અનિવાર્યપણે બિનખાદ્ય પદાર્થો ગળી જાય છે. આવાં બાળકોને કન્ટ્રોલ કરવાં મુશ્કેલ હોય છે.
ચાર્લીની ઍન્ડોસ્કોપીમાં એક સ્ક્રૂ તેના શરીરમાં જોવા મળ્યો હતો જે તે ગળી ગયો હતો. હવે તો ચાર્લી કોઈ ચીજ ખાઈ જાય તો આઇલીન એનો ફોટોગ્રાફ પાડી લે છે. તેણે કબાટને તાળાં મારવાનું અને ટૉઇલેટ પેપર જેવી ચીજો છુપાવી દેવાનું શરૂ કરી દીધું છે.
ADVERTISEMENT
આ રોગ કેવી રીતે થાય છે એ વિશે ડૉક્ટરો કહે છે કે એનું કારણ અજ્ઞાત છે. ચાર્લી બે વર્ષનો હતો ત્યારે તેને ઑટિઝમ થયું હતું. શીખવાની મુશ્કેલી ધરાવતાં બાળકોમાં પાઇકા થવાનું જોખમ વધારે છે. આ રોગ ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર અને આયર્ન ડેફિશ્યન્સી જેવી અન્ય માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ સાથે પણ સંકળાયેલો છે.

