સ્ટીવ એકલિન્ડે કહ્યું હતું કે આ સ્ટર્જન માછલી ૧૦ ફુટ એક ઇંચ લાંબી છે અને એનો ૫૭ ઇંચનો ઘેરાવો છે
સ્ટર્જન માછલી
બ્રિટિશ કોલંબિયાના માછીમારોએ મહાકાય સ્ટર્જન માછલી પકડી છે, જે લગભગ ૧૦ ફુટ કરતાં લાંબી અને અંદાજે ૧૦૦ વર્ષની વયની છે. સ્ટીવ એકલિન્ડ અને માર્ક બોઇસ લિલુએટ રિવર મૉન્સ્ટર ઍડ્વેન્ચર્સ, નિક મૅકકેબ અને ટાયલર સ્પીડના માર્ગદર્શન હેઠળ બી.સી. નજીક માછીમારી કરી રહ્યા હતા ત્યારે તેમને એક મહાકાય માછલી જોવા મળી હતી.
મળેલી માહિતી મુજબ સ્ટર્જન માછલીને પકડ્યા બાદ બોટમાં લેવા માટે બન્ને જણે લગભગ બે કલાક જહેમત ઉઠાવવી પડી હતી. ફોટોમાં ત્રણ વ્યક્તિએ જે પકડ્યું છે એ સર્ફબોર્ડ જેવું જણાય છે, પરંતુ વાસ્તવમાં તે મહાકાય સ્ટર્જન માછલી છે.
ADVERTISEMENT
સ્ટીવ એકલિન્ડે કહ્યું હતું કે આ સ્ટર્જન માછલી ૧૦ ફુટ એક ઇંચ લાંબી છે અને એનો ૫૭ ઇંચનો ઘેરાવો છે. એ લગભગ ૭૦૦ પાઉન્ડ (૩૧૭ કિલો) વજન ધરાવતી હતી. માછીમારોએ આ માછલી સાથે ફોટો પડાવ્યા અને વિડિયો ઉતાર્યા બાદ એને પાછી પાણીમાં છોડી દીધી હતી.

