બ્લુસ્કાય હજી આ વર્ષના ફેબ્રુઆરીથી જ તમામ લોકો માટે શરૂ થયું હતું
લાઇફમસાલા
પ્લૅટફૉર્મ ‘બ્લુસ્કાય’
બ્રાઝિલમાં લાંબી કાનૂની લડાઈના અંતે સુપ્રીમ કોર્ટે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટનો આ નિર્ણય સ્થાનિક પ્લૅટફૉર્મ ‘બ્લુસ્કાય’ને ફળ્યો છે, કારણ કે ૩ દિવસમાં જ બ્લુસ્કાયમાં ૧૦ લાખ યુઝર જોડાયા છે. ટ્વિટરની સ્થાપના કરનાર જૅક ડોર્સીએ જ બ્લુસ્કાય શરૂ કર્યું છે. ટ્વિટરના સમર્થન માટે ૨૦૧૯માં શરૂ કરાયેલું બ્લુસ્કાય અત્યારે બ્રાઝિલમાં આઇફોન ઍપ ચાર્ટ પર ટૉપ ફ્રી ઍપ્લિકેશન થઈ ગઈ છે. ચૂંટણીમાં દુષ્પ્રચાર ફેલાવતાં કેટલાંક અકાઉન્ટ્સ બ્લૉક કરવા બ્રાઝિલે કહ્યું હતું પરંતુ ‘ઍક્સ’એ એમ કરવાની ના પાડી હતી એટલે આ મુદ્દે લાંબા સમયથી કેસ ચાલી રહ્યો હતો. બ્લુસ્કાય હજી આ વર્ષના ફેબ્રુઆરીથી જ તમામ લોકો માટે શરૂ થયું હતું અને અત્યારે એના ૭.૬ મિલ્યનથી વધુ યુઝર્સ છે.