શું પીએમ મોદી અને યુએસ રાષ્ટ્રપતિ બાઈડનની દ્વિપક્ષીય બેઠક દરમિયાન ખાલિસ્તાન મુદ્દા પર ચર્ચા કરશે તે બાબતે દેશના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, “અમે અગાઉ કહ્યું તેમ, ભારત અને અમેરિકા વચ્ચે જે પણ મુદ્દાઓ પરસ્પર ચિંતાના છે, અમે તે બધા પર ચર્ચા કરીએ છીએ. કોઈ ચોક્કસ મુદ્દો ઉઠાવવામાં આવશે કે નહીં, હું આ સમયે કહી શકતો નથી, પરંતુ હું ચોક્કસપણે કહી શકું છું કે અમે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું.