15 સપ્ટેમ્બરના રોજ, ઉપ-પ્રમુખ જગદીપ ધનખરે મુંબઈમાં એલ્ફિન્સ્ટન ટેકનિકલ હાઈસ્કૂલ અને જુનિયર કૉલેજમાં સંવિધાન મંદિરના ઉદ્ઘાટનમાં વ્યક્ત્વય આપતી વખતે અનામત પ્રથા સામે વધતા પૂર્વગ્રહ અંગેની ચિંતાઓને સંબોધી હતી. ધનખરે બંધારણીય ભૂમિકામાં રહેલીએવી વ્યક્તિઓની ટીકા કરી હતી જેઓ વિદેશમાં વારંવાર ભારતની ટીકા કરે છે અને આરક્ષણના બંધ કરવાના હિમાયતી છે. તેમણે આ વારંવાર થતી આ ટીકાઓને પૂર્વગ્રહની એક મુશ્કેલીજનક પેટર્ન કહી તેને ગંભીર મુદ્દા કહ્યો અને ઉમેર્યું કે તેમાં સાવચેતી પૂર્વકના વિચાર વિમર્શની જરૂર છે. ધનખરના મતે, આવી ટિપ્પણીઓ અનામત પ્રત્યેની બંધારણીય પ્રતિબદ્ધતાને નબળી પાડે છે, જે સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપવા અને સામાજિક અસમાનતાઓને દૂર કરવા માટે અનિવાર્ય છે. તેમણે પુનઃપુષ્ટિ કરી કે, તેમના બંધારણીય પરિપ્રેક્ષ્યમાં, અનામત એ બંધારણનું મૂળભૂત અને સકારાત્મક પાસું છે, જે સમાનતાને પ્રોત્સાહન આપવા અને અન્યાય સામે લડવા માટે રચાયું છે. ધનખરે ટીપ્પણીમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે અનામત માત્ર એક નીતિ નથી પરંતુ સામાજિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત કરવાના હેતુથી બંધારણનો મુખ્ય સિદ્ધાંત છે.