ઇમ્ફાલ એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર એક ડ્રોન જે દેખાવમાં ખૂબ જ નાનું હતું. તેને સુરક્ષા કર્મચારીઓએ રવિવારે બપોરે 3 વાગ્યે ઇમ્ફાલ એરપોર્ટ પર જોયું હતું. એરપોર્ટ પર અન્ય એજન્સીઓને ચેતવણી જારી કરવામાં આવી હતી અને સુરક્ષા ક્લિયરન્સ સુધી કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી.