કેન્દ્રીય મંત્રી અને મુંબઈ ઉત્તર સંસદીય મતવિસ્તારના ભાજપના લોકસભા સાંસદ પિયુષ ગોયલે 4 જૂને બજારની મંદી પછી શેર બજાર કૌભાંડનો આરોપ લગાવવા બદલ રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પર શેર બજાર કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ 30 લાખ કરોડનું કૌભાંડ છે અને ભારતના સામાન્ય લોકોએ કથિત રીતે પૈસા ગુમાવ્યા છે. પીયૂષ ગોયલે રાહુલ ગાંધી પર બજારના રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. પીયૂષ ગોયલે કહ્યું, `રાહુલ ગાંધી હજી પણ લોકસભા ચૂંટણીની હારમાંથી બહાર આવ્યા નથી. હવે તે બજારના રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનું કાવતરું કરી રહ્યા છે. આજે ભારત પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે.