27મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા મામલે તેમના ભાષણમાં ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ ટિપ્પણી કર્યાના થોડા સમય બાદ તરત જ રાજકીય માહોલ ગરમ થઈ હયો હતો. PMની ટિપ્પણી બદલ વિપક્ષે કેન્દ્ર સરકાર પર રાજકીય લાભ માટે UCCનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. `ટ્રિપલ તલાક` અને `યુસીસી` પર ANI સાથે વાત કરતા કૉંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું કે, "જ્યાં સુધી ટ્રિપલ તલાકની વાત છે, તે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પહેલાથી જ ગેરકાયદેસર છે." વધુમાં, તેમણે આગળ ઉમેર્યું કે "કૉંગ્રેસ એવું નથી કહેતી કે ટ્રિપલ તલાક સારું છે, તે ખરાબ છે, પરંતુ તમે એક વિશ્વાસમાં પતિ દ્વારા પત્નીને ત્યજી દેવાને ગુનાહિત કેવી રીતે કરી શકો છો, જ્યારે તે અન્ય ધર્મમાં ફોજદારી ગુનો નથી?"