વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 20 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના વર્ધામાં કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કૉંગ્રેસ ટુકડે ટુકડે ગેન્ગ અને અર્બન નક્સલીઓ દ્વારા ચલાવવામાં આવે છે. પીએમ મોદીએ કહ્યું, “આજની કૉંગ્રેસમાં દેશભક્તિની ભાવના મરી ગઈ છે. આજની કૉંગ્રેસમાં નફરતનું ભૂત ઘુસી ગયું છે. જુઓ વિદેશની ધરતી પર કૉંગ્રેસના લોકોની ભાષા, તેમનો રાષ્ટ્રવિરોધી અજેન્ડા, સમાજને તોડવાની, દેશની સંસ્કૃતિનું અપમાન કરવાની વાત, આ તે કૉંગ્રેસ છે જેને `ટુકડે ટુકડે ગેન્ગ’ અને અર્બન નક્સલી’ના લોકો ચલાવે છે. આજે જો દેશમાં સૌથી વધુ અપ્રમાણિક અને સૌથી ભ્રષ્ટ પાર્ટી હોય તો તે પાર્ટી કૉંગ્રેસ પાર્ટી છે. દેશમાં જો કોઈ સૌથી ભ્રષ્ટ પરિવાર છે, તો તે કૉંગ્રેસનો રાજવી પરિવાર છે."