કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે હાવડામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહારો કર્યા હતા અને તેમના પર સરઘસ દરમિયાન પથ્થરમારો કરનારાઓને ક્લીનચીટ આપવાનો આરોપ લગાવ્યો હતો. હાવડામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો.