અયોધ્યામાં આનંદ અને ઉત્સાહની લહેર છે, કારણ કે તે મોટા દિવસની તૈયારી કરી રહ્યું છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ તેના કાર્યકાળના એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. `પ્રાણપ્રતિષ્ઠા`ની પ્રથમ વર્ષગાંઠ પર ભક્તોનું ઘોડાપુર અયોધ્યા રામ મંદિરમાં આવશે. આ અપેક્ષા સાથે, મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમારોહની પ્રથમ વર્ષગાંઠ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર, વર્ષના પ્રથમ દિવસે ૧ જાન્યુઆરીએ બે લાખથી વધુ ભક્તોએ તેમની પ્રાર્થના કરવા માટે મંદિરની મુલાકાત લીધી હતી.