રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ૧૨માર્ચે દાહોદ ખાતે 9000 HPવાડા ઈલેક્ટ્રીક લોકમોટિવ મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાત લીધી હતી. આ યુનિટના પ્રથમ તબક્કાનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ રેલ્વે ફેક્ટરીએ 11 વર્ષના સમયગાળામાં 1200 ઉચ્ચ હોર્સ પાવર (9000 HP) ઇલેક્ટ્રિક એન્જિનનું ઉત્પાદન કર્યું હતું. ઉત્પાદિત થયેલા આ એંજિનસ હવે આવનારા સમયમાં 1200 લોકોમોટિવ્સનું ઉત્પાદન કરશે અને 35 વર્ષ સુધી આ લોકોમોટિવ્સની જાળવણી કરશે. યોગ્ય આર્થિક વ્યૂહરચનાઓને અમલમાં મૂકીને આવનારા સમયમાં ભારતમાં સંપૂર્ણ રીતે માલસામાનનું ઉત્પાદન કરી શકાશે આવી યોજનાઓ `Make In India` માં પણ મદદરૂપ સાબિત થશે. લોકોમોટિવ વાળો આ પ્રોજેક્ટ દાહોદ વિસ્તારમાં વિકાસ અને રોજગારની અનેક તકો નિર્માણ કરશે.