Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > સંજૌલી મસ્જિદ વિવાદ: શિમલામાં પોલીસ અને પ્રદર્શનકારો વચ્ચે મોટી અથડામણ

સંજૌલી મસ્જિદ વિવાદ: શિમલામાં પોલીસ અને પ્રદર્શનકારો વચ્ચે મોટી અથડામણ

11 September, 2024 06:15 IST | Shimla

શિમલામાં સંજૌલી વિસ્તારમાં મસ્જિદ નિર્માણ મુદ્દે મોટો વિરોધ થઈ રહ્યો છે. વિરોધીઓ - પ્રદર્શનકારો રોષે ભરાયા અને પોલીસે મામલો કાબુમાં રાખવા   તૈનાત ટૂકડીઓ વિસાતરી દીધી. તેઓ ધલ્લી ટનલ ચાંપતી નજર રાખી રહ્યા છે, આ એ મુખ્ય સ્થળ છે જ્યાં વિરોધની અસર મેનેજ કરાઇ રહી છે. સલામતી રહે તે માટે, પોલીસે સુરક્ષામાં વધારો કર્યો છે અને કોઈપણ સમસ્યાઓ ટાળવા માટે સાવચેતીપૂર્વક વાહનોનું ચેકિંગ ચાલુ કર્યું છે. 11 સપ્ટેમ્બરના રોજ વિરોધ રેલી દરમિયાન, કેટલાક વિરોધીઓએ ધલ્લી ટનલ ઈસ્ટ પોર્ટલ પર બેરિકેડ્સ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પગલું તેમના વિરોધ પ્રદર્શનનો એક હિસ્સો હતો જે આ વિસ્તારમાં ગેરકાયદેસર મસ્જિદ બાંધકામ સામે તેઓ કરી રહ્યા છે તેવો તેમનો દાવો છે. મોટી સંખ્યામાં પોલીસ દળની હાજરીનો હેતુ શાંતિ જાળવવાનો અને વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈપણ સંભવિત વિક્ષેપોને રોકવાનો છે.

11 September, 2024 06:15 IST | Shimla

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK