પ્રિયંકા ગાંધીએ આજે તેમનું પ્રથમ લોકસભા ભાષણ આપ્યું. જો કે, તેમનાં ભાષણની વચ્ચે તેઓ એક સાંસદ પર ગુસ્સે થઈ ગયાં કારણ કે તેમનાં ભાષણ પર કથિત રીતે હસતાં હતાં જ્યારે તેમમે એક દલિત વ્યક્તિની ભાવનાત્મક વાર્તા શેર કરી રહી હતી. સંસદમાં પોતાના પ્રથમ ભાષણમાં પ્રિયંકા ગાંધીએ પણ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યાં હતાં. તેમણે કહ્યું કે આપણે બધાએ રાજાઓના પોશાક બદલીને, તેમનો અભિપ્રાય જાણવા જાહેરમાં જતા હોવાની વાર્તા સાંભળી છે, પરંતુ આજના રાજા ભલે અલગ-અલગ પોશાક બદલતા હોય, પરંતુ તેઓ જનતામાં જતા ડરે છે.