દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા 08 સપ્ટેમ્બરના રોજ દિલ્હી પહોંચ્યા હતા. રામાફોસા જી20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે દિલ્હીમાં ઉતર્યા હતા. રેલવે, કોલસા અને ખાણ રાજ્ય મંત્રી રાવસાહેબ પાટીલ દાનવેએ તેમનું સ્વાગત કર્યું હતું. મેગા ઈવેન્ટ G20 સમિટ નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાવાની છે. સમિટનું આયોજન પ્રગતિ મેદાનમાં ‘અત્યાધુનિક’ ભારત મંડપમ ખાતે કરવામાં આવશે.