કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે 30 માર્ચે કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની માફી માંગવાની ભારતીય જનતા પાર્ટીની માંગને પુનરાવર્તિત કરી હતી. `વિદેશી ધરતી પર કોઈ ચોક્કસ નેતાએ જે કહ્યું તેનાથી સમગ્ર દેશ ખૂબ જ નાખુશ છે. નેતાએ રાષ્ટ્ર, સંસદ અને બંને ગૃહોના પ્રમુખ અધિકારીઓની માફી માંગવી જોઈએ`, તેમ એમણે ઉમેર્યું હતું.