શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠક 5 મેના રોજ ગોવામાં યોજાઈ હતી. EAM ડૉ એસ જયશંકરે તાજ એક્ઝોટિકા ખાતે SCO કાઉન્સિલ ઑફ ફોરેન મિનિસ્ટર્સની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ભારતના EAM જયશંકરે SCO વિદેશ મંત્રીઓની બેઠકમાં જોરદાર શરૂઆતની ટિપ્પણી કરી. આ બેઠકમાં ચીન, રશિયા, પાકિસ્તાન સહિતના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓએ હાજરી આપી હતી. ભારતે આ વર્ષે SCOની અધ્યક્ષતા કરી હોવાથી તમામ સભ્ય દેશોને ઔપચારિક આમંત્રણો મોકલવામાં આવ્યા હતા. બિલાવલ ભુટ્ટો ઝરદારી 12 વર્ષમાં ભારતની મુલાકાત લેનારા પ્રથમ પાકિસ્તાની વિદેશ મંત્રી બન્યા છે. SCOના સભ્યોમાં ભારત, રશિયા, ચીન, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.