નીતા અંબાણીએ કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને બાદમાં 24 જૂને વારાણસીમાં ચાટ સ્ટોલ પર સ્થાનિક વાનગીઓનો સ્વાદ ચાખ્યો હતો. તેમણે ઉત્સાહપૂર્વક વિવિધ વાનગીઓનો ટેસ્ટ લીધો હતો અને સ્થાનિકો અને વિક્રેતાઓ બંને સાથે વાતો કરી હતી. તેમની મુલાકાત દરમિયાન તેઓએ ભગવાન શિવના ગર્ભગૃહમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે લગ્નણી કંકોતરી મૂકી હતી.