શ્રીનગરના ખન્યાર વિસ્તારમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધરતા ભારે ગોળીબારી થઇ. 2 નવેમ્બરના રોજ બંધિપોરા-પન્હાર વિસ્તારમાં પણ ગોળીબારી પછી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે બંધિપોરા જિલ્લામાં સામસામે ગોળીબારી શરૂ થઇ હતી. તાજેતરના આ ત્રાસવાદી હુમલાઓએ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ પેદા કર્યો છે, જેમાં ઘણા નાગરિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. 29 ઓક્ટોબરે સુરક્ષા દળોએ અખનૂરમાં ત્રણ આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો. અગાઉ, 20 ઓક્ટોબરે ગાંદરબલ જિલ્લામાં શ્રીનગર-લેહ નેશનલ હાઇવે પર એક ડૉક્ટર અને છ મજૂરોની હત્યા કરવામાં આવી હતી, જેનાથી ઘાટીમાં સલામતીની ચિંતા વધી ગઈ છે.