19 ડિસેમ્બરના રોજ NDA સભ્યો અને ઈન્ડિયા બ્લોકના સાંસદો વચ્ચે મોટું ઘર્ષણ થયું હતું. આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સાંસદોના સંસદના દરવાજા પર વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઘર્ષણ દરમિયાન બે ભાજપ સાંસદો ઘાયલ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, "લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કડક સૂચનાઓ આપી છે કે કોઈપણ રાજકીય પક્ષ, સાંસદ કે સાંસદોના જૂથ સંસદ ભવનના દરવાજા પર ધરણાં અથવા પ્રદર્શન ન કરે."