કુવૈત આગની દુર્ઘટના બાદ, 45 ભારતીય પીડિતોના નશ્વર અવશેષો લઈ આવતું સ્પેશિયલ IAF ઍરક્રાફ્ટ 14 જૂને કેરળ પહોંચ્યું. દક્ષિણ કુવૈતના મંગફ શહેરમાં કામદારોના મકાનમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 45 લોકોનાં મોત થયાં હતાં. કોચીના ઍરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ પીડિતોના પાર્થિવ દેહને લેવા કોચી એરપોર્ટ પર પહોંચ્યા હતા. આગની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પાર્થિવ દેહ માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.