કારગિલ વિજય દિવસ નિમિત્તે લદ્દાખમાં કારગિલ વોર મેમોરિયલ ખાતે પુષ્પાંજલિ અર્પણ સમારોહ યોજાયો હતો. 1999ના કારગિલ યુદ્ધમાં શહીદ થનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત ભારતીય નેવી ચીફ આર હરિ કુમારે પણ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણે પણ કારગીલ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે લદ્દાખ પહોંચ્યા હતા. લદ્દાખના ઉપરાજ્યપાલ બીડી મિશ્રા પણ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ ટોલોલિંગ, ટાઈગર હિલ અને પોઈન્ટ 4875ના વ્યૂહાત્મક શિખરો પર ફરીથી કબજો કર્યો હતો.