જયપુરના ભાંકરોટા વિસ્તારમાં ભયાનક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 4 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઘટના અનેક વાહનોની એક પછી એક ટક્કરથી લાગી ગયેલી આગને કારણે બની. આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ આ ઘટનામાં અનેક લોકોને ઈજા પહોંચી છે, જીવ ગુમાવ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ 20 ડિસેમ્બરનાં સવારના સમયે થયેલી આ આગની ઘટનાસ્થળે મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ઉપમુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા પણ ત્યાં હાજર રહ્યા હતા. કુલ 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 35 લોકોને ઈજા પહોંચી છે. આ અગ્નિદુર્ઘટના મુખ્ય અજમેર રોડ પર આવેલા પેટ્રોલ પંપની નજીક અનેક વાહનો વચ્ચે થયેલી ટક્કરની કારણે સર્જાઈ હતી.