વિદેશ મંત્રી એસ જયશંકરે રોમમાં ઇટાલિયન સેનેટના વિદેશ અને સંરક્ષણ આયોગ અને EU અફેર્સ કમિશનના સંયુક્ત સત્રને સંબોધિત કરતી વખતે સમજાવ્યું હતું કે ઇટાલી એ યુરોપ સાથે ભારતની સૌથી જૂની કડીમાંથી એક છે. ડૉ એસ જયશંકરે જણાવ્યું હતું કે, “ઇટાલી ઐતિહાસિક રીતે યુરોપ સાથેના આપણા સૌથી જૂના જોડાણોમાંનું એક છે. તાજેતરના વર્ષોમાં ઇટાલીએ પણ સમગ્ર યુરોપિયન યુનિયન સાથેના સહકારને મજબૂત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.